વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, ડ્વેન બ્રાવો T20 ક્રિકેટના ઇતિહાસમાં 600 વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. ડ્વેન બ્રાવોએ સાઉથ આફ્રિકાના બેટ્સમેન રિલે રોસોવને પોતાના ૫૯૯ માં શિકાર બનાવ્યા, જ્યારે સેમ કુરન આ ખેલાડીનો 600 મો શિકાર બન્યો હતો.

વાસ્તવમાં ડીજે બ્રાવો દુનિયાભરની T-20 લીગના ભાગ રહે છે. આઈપીએલ સિવાય આ ખેલાડીને અન્ય ટી-20 લીગમાં પણ ખૂબ જ બોલબાલા છે. આઈપીએલની વાત કરીએ તો, ડીજે બ્રાવો આઈપીએલમાં અત્યાર સુધીમાં 161 મેચ રમી ચુક્યા છે. તેણે તેની IPL કરિયરમાં 183 વિકેટ લીધી છે. આ દરમિયાન બ્રાવોની એવરેજ 23.83 હતી જ્યારે ઈકોનોમી 8.39 રહી હતી. આ સિવાય સ્ટ્રાઈક રેટ 17.04 રહી છે.

જ્યારે ડ્વેન બ્રાવોની બેટિંગ વિશે વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 161 IPL T20 મેચમાં 1560 રન બનાવ્યા છે. આ દરમિયાન કેરેબિયન ઓલરાઉન્ડરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન રહ્યો છે. આઈપીએલમાં ડીજે બ્રાવોનો સ્ટ્રાઈક રેટ 129.57 છે જ્યારે એવરજ 22.61 છે. આ સિવાય તે 44 વખત નોટઆઉટ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ માટે 91 ટી20 મેચોમાં આ ઓલરાઉન્ડરે 78 વિકેટ લીધી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ડ્વેન બ્રાવોની એવરેજ 26.1 અને ઈકોનોમી 8.12 ની રહી છે. જ્યારે શ્રેષ્ઠ બોલિંગ ફિગર 19 રનમાં 4 વિકેટ છે.