શ્રીલંકા ક્રિકેટ ટીમના પ્રમુખ ક્રિકેટર ભાનુકા રાજપક્ષેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાનુકા રાજપક્ષેએ આજે પોતાનો નિવૃત્તિનો લેટર ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનને પત્ર સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાનુકા રાજપક્ષેએ જણાવ્યું છે કે, શ્રીલંકા ક્રિકેટમાં તાજેતરમાં રજૂ કરાયેલા ફિટનેસ સ્ટાન્ડર્ડને કારણે તે હવે આગળ રમી શકશે નહીં.

ભાનુકા રાજપક્ષે ખાસ કરીને સ્કિનફોલ્ડ લેવલથી નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે, જો તે આ ફિટનેસ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે તો તે તેની પાવર હિટિંગ ક્ષમતાને વધારી શકશે નહીં. જ્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીલંકા ક્રિકેટે હજુ સુધી ભાનુકા રાજપક્ષાનો પત્ર સ્વીકાર્યો નથી.

વાસ્તવમાં, તાજેતરમાં જ શ્રીલંકા બોર્ડે યો-યો ટેસ્ટના સ્થાને એક નવો ફિટનેસ ટેસ્ટ લાગુ કર્યો હતો, જેમાં બે કિલોમીટરની દોડની ટેસ્ટનો સમાવેશ થાય છે. ક્રિકેટ ટેકનિકલ સલાહકાર સમિતિની સલાહ પર તેનો સમય 8.35 મિનિટથી વધારીને 8.55 મિનિટ કરવામાં આવ્યો હતો. તેમ છતાં શ્રીલંકાના પસંદગીકારો ઈચ્છે છે કે, રાષ્ટ્રીય ખેલાડીઓ બે કિલોમીટરની દોડ 8.10 મિનિટમાં પૂરી કરી નાખે.

ફેરફારો બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જે ખેલાડીઓ 8.35 મિનિટની અંદર રેસ પૂર્ણ કરશે તેઓ પસંદગી પાત્ર રહેશે, પરંતુ જ્યાં સુધી તેઓ નિર્ધારિત સમયની અંદર લક્ષ્ય સુધી પહોંચે નહીં ત્યાં સુધી શ્રીલંકા બોર્ડ તેમના વાર્ષિક કરારની ફીમાં કેટલીક ટકાવારી સ્વીકારશે.