ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 જૂનથી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી મેચ રમશે. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ-11 ની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન જોકે ઈજાના કારણે છેલ્લી ટેસ્ટનો ભાગ નથી. તેના સ્થાને ઈંગ્લેન્ડે જિમી ઓવરટનને ડેબ્યૂ કરવાની તક આપી છે. ઈંગ્લેન્ડ પહેલાથી જ સીરીઝમાં 2-0 થી અજેય સરસાઈ મેળવી લીધી છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જેમી ઓવરટનની રમત વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “જેમ્સ એન્ડરસન આ મેચનો ભાગ નહીં હોય. તેમને બહાર બેસવું પડશે. જીમી ઓવરટોનને ડેબ્યૂ કરવાની તક મળશે. તે ગુરુવારથી શરૂ થનારી મેચમાં પ્લેઇંગ-11નો ભાગ હશે.”

28 વર્ષીય જિમી ઓવરટને કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર ફોર્મ દેખાડ્યું છે. સરે તરફથી રમતા ઓવરટને પાંચ મેચમાં 21 વિકેટ લીધી છે. જો કે ઓવરટોનને તેના જોડિયા ભાઈ ક્રેગ સાથે રમવાની તક મળી નથી. ક્રેગને આ મેચમાંથી બહાર બેસવું પડશે.

ટીમમાં માત્ર એક ફેરફાર
ઓવરટોન સિવાય ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ઈંગ્લેન્ડની ટીમે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઓપનર જેક ક્રાઉલીને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બેન સ્ટોક્સ પણ કોવિડ-19ને હરાવીને છેલ્લી મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 : એલેક્સ લી, જેક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), મેટી પોટ્સ, જેમી ઓવરટોન, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ.