ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે તેની ODI કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. બેન સ્ટોક્સે વનડેમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારવાની સાથે 74 વિકેટ ઝડપી લીધી છે.

બેન સ્ટોક્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો છે. અમારી સફર શાનદાર રહી છે.”

બેન સ્ટોક્સે વધુમાં કહ્યું કે, અહીં સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલ હતો. પરંતુ હું આ ફોર્મેટમાં મારું 100% આપી શકતો નથી. ઈંગ્લેન્ડની જર્સી આના કરતાં વધુ સારી છે. આ ફોર્મેટ મારા માટે નથી. મારું શરીર પણ મને એ રીતે સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે હું કોઈ અન્ય ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આગળ વધવાનો આ સમય છે.”

બેન સ્ટોક્સ હવે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, મારી પાસે જે પણ છે તે હવે હું માત્ર ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું T20 ક્રિકેટ પર પોતાનું ધ્યાન આપી શકીશ.