ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, ફ્લિન્ટોફનો કાર અકસ્માત થયો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે. ફ્લિન્ટોફના જીવને કોઈ ખતરો નથી. અહેવાલો અનુસાર, તેમનો અકસ્માત ત્યારે થયો જ્યારે વાહનની સ્પીડ બહુ વધારે ન હતી.

વાસ્તવમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરનો અકસ્માત ત્યારે થયો જ્યારે તે બીબીસીના શો ટોપ ગિયરનું શૂટિંગ કરી રહ્યો હતો. બીબીસીએ પોતાના અકસ્માત વિશે માહિતી આપતાં એક નિવેદન આપ્યું હતું કે ટોપ ગિયર ટેસ્ટ ટ્રેક દરમિયાન સોમવારે ફ્લિન્ટોફને અકસ્માત થયો હતો. તેમના અકસ્માત પછી તરત જ, મેડિલકર ટીમે તેમની તપાસ કરી અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, એન્ડ્રુ ફ્લિન્ટોફની ઈજા જીવલેણ નહોતી કારણ કે તે સામાન્ય ગતિએ કાર ચલાવી રહ્યા હતા. તે કારણોસર તેમને વધુ ઈજા પહોંચી નહોતી.