કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે ઈતિહાસ રચીને વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ કપમાં 16 વર્ષની રાહ જોયા બાદ પોર્ટુગલનીં ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. મંગળવારે રમાયેલી મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1ના વિશાળ અંતરથી હરાવીને સુપર-8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

ગોન્ઝાલો રામોસ સ્વિટ્ઝર્લેન્ડ સામે પોર્ટુગલની જીતનો હીરો હતો. તેણે આ મેચમાં ત્રણ ગોલ ફટકારીને ત્રણ ગોલની હેટ્રિક નોંધાવી હતી. રામોસે આ મેચની 17મી મિનિટ, 51મી મિનિટ અને 67મી મિનિટે ગોલ કર્યા હતા. ફિફા વર્લ્ડ કપ 2022ની પણ આ પહેલી હેટ્રિક હતી. આ મેચમાં સ્ટાર પોર્ટુગીઝ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જગ્યાએ રામોસને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પોતાની સ્થિતિ પણ સારી રીતે નિભાવી અને મેચમાં ત્રણ ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફિફા વર્લ્ડ કપ 2022 ની પ્રી-ક્વાર્ટર ફાઈનલની ફાઈનલ મેચમાં પોર્ટુગલે શાનદાર રમત દેખાડી હતી. મેચની શરૂઆતથી જ તેણે સ્વિસ ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પોર્ટુગલે આ મેચમાં 17 મી, 51 મી, 33 મી, 55 મી, 67 મી અને 90+2 મિનિટે ગોલ કર્યા હતા. સ્વિત્ઝર્લેન્ડ આ મેચમાં માત્ર એક ગોલ કરવામાં સફળ રહ્યો, મેન્યુઅલ અકાંજીએ પોતાની ટીમ માટે આ ગોલ કર્યો છે. તેમ છતાં ત્યાર બાદ સ્વિસ ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી અને 6-1ના જંગી અંતરથી મેચ હારી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે પોર્ટુગલ ટીમ સમગ્ર 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ ઈતિહાસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. અગાઉ પોર્ટુગલ ટીમ વર્ષ 2006માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તે વર્ષે ટીમ સેમિફાઇનલ સુધી સફર કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ ફિફા વર્લ્ડ કપ 2022માં પોર્ટુગલને કેટલા સુધી પહોંચે છે.