FIFA World Cup 2022 ની તેમની છેલ્લી લીગ તબક્કાની મેચમાં, ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી હારી ગયું છે. ડેનમાર્કની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ડેનમાર્કની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિજયની અસર ટ્યુનિશિયા પર પણ પડી છે, જેને ફ્રાંસને હરાવવા છતાં આગલા રાઉન્ડમાં સ્થાન મળ્યું નથી. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ ડીમાંથી છ પોઈન્ટ સાથે આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

મેચની પ્રથમ 10 મિનિટમાં કોઈ ટીમ ગોલની નજીક જઈ શકી ન હતી, પરંતુ 11મી મિનિટે ડેનમાર્કે પ્રથમ તક બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ માર્ટિન બ્રેથવેટ દ્વારા આસિસ્ટેડ શોટ બચાવ્યો હતો અને ત્યારબાદ 22મી મિનિટમાં ડેનમાર્કે ઓસ્ટ્રેલિયાના હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. બંને ટીમો તરફથી સતત આક્રમણ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ગોલ કર્યું શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાએ વધુ આક્રમકતા દર્શાવી હતી, પરંતુ ડેનમાર્કના ડિફેન્સે તેમને ઘણી તક આપી ન હતી.

બીજા હાફની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ સતત હુમલો કર્યો અને તેનો ફાયદો પણ તેમને મળ્યો હતો. 60મી મિનિટમાં, મેથ્યુ લેકીએ રિલે મેકગ્રીની મદદ લીધા બાદ બોક્સની મધ્યમાંથી શોટ લીધો અને તેને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને 1-0 થી આગળ કરી દીધું હતું. ત્યાર બાદ ડેનમાર્કે સતત બે શાનદાર હુમલા કર્યા, પરંતુ તેઓ ગોલ કરવામાં સફળ ન થઈ શક્યા. 77 મી, 82 મી અને 88 મી મિનિટમાં ડેનમાર્ક તરફથી પણ આક્રમણ જોવા મળ્યું હતું, પરંતુ તેમાં પણ તેઓ સ્કોર બરાબર કરવામાં સફળ થઈ શક્યા ન હતા.