ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) દ્વારા ટી20 વર્લ્ડ કપ 2021નું આયોજન ભારતમાં થશે કે નહિ તેના પર સસ્પેન્સ યથાવત છે. આ વર્ષે ઓક્ટોબર – નવેમ્બરમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કરવાનું છે. ભારતમાં કોવિડ – 19 મહામારીને જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્લ્ડ કપનું આયોજન ભારતની બહાર કરવામાં આવશે પરંતુ હવે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે, BCCI આ વર્લ્ડ કપનું આયોજન UAEમાં કરાવશે. પરંતુ હવે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, શ્રીલંકામાં ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી શકે છે.

ICC પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો ટી20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં નહિ કરવામાં આવે તો પણ યજમાની તો BCCI જ કરશે. ANI સાથે વાતચીત દરમિયાન BCCIના અધિકારીએ જણાવ્યું હતું કે, BCCI આ અંગે ઈગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટની સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. UAEમાં પાકિસ્તાન સુપર લીગ યોજાઈ રહી છે ત્યારબાદ આઈપીએલ 2021ની બાકીની મેચ યોજાશે.

BCCI સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર પ્લેઈંગ કન્ડીશનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શ્રીલંકા ક્રિકેટ સાથે શરૂઆતના તબક્કાની વાતચીત કરવામાં આવી શકે છે. અત્યારે કંઈ પણ કહેવું ઊતાવળ રહેશે. આઈસીસીને જવાબ આપવા માટે હજુ વાર છે. ભારતની બહાર જો વર્લ્ડ કપ યોજાશે તો પણ મેજબાની બીસીસીઆઈ પાસે જ રહેશે.