Legends League Cricket (LLC) ની રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકો માટે એક નવું અપડેટ છે. આ લીગની બે ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાત જાયન્ટ્સના નેતૃત્વની જવાબદારી ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને આપવામાં આવી છે, જ્યારે ઈન્ડિયા કેપિટલ્સની કમાન ગૌતમ ગંભીરને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત જાયન્ટ્સની માલિકી અદાણી ગ્રૂપની છે, જ્યારે ઈન્ડિયા કેપિટલ્સની માલિકી GMR સ્પોર્ટ્સ લાઈનની પાસે છે.

વીરેન્દ્ર સેહવાગે કેપ્ટન તરીકે ક્રિકેટના મેદાનમાં વાપસી પર કહ્યું છે કે, ‘હું ફરીથી ક્રિકેટના મેદાન પર પરત ફરવા માટે ઉત્સાહિત છું. અદાણી ગ્રુપ અને ગુજરાત જાયન્ટ્સ જેવી પ્રોફેશનલ સંસ્થાનો ભાગ બનવું એ ક્રિકેટની નવી ઇનિંગ્સ શરૂ કરવાનો યોગ્ય માર્ગ છે. હું વ્યક્તિગત રીતે, હું હંમેશા નિર્ભયપણે ક્રિકેટ રમવામાં વિશ્વાસ રાખું છું અને હું અહીં પણ તે જ શૈલીને આગળ વધારીશ.

ઈન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગંભીરે જણાવ્યું છે કે, ‘હું હંમેશાથી માનું છું કે, ક્રિકેટ એક ‘ટીમ ગેમ’ છે અને કેપ્ટન એક સારી ટીમ જેટલો જ સારો હોય છે. ઈન્ડિયા કેપિટલ્સનું નેતૃત્વ કરતી વખતે, હું ઉત્સાહથી ભરેલી ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે

ભારતમાં પ્રથમ વખત લિજેન્ડ્સ લીગ ક્રિકેટ રમાશે. આ લીગની મેચો છ અલગ-અલગ શહેરો દ્વારા યોજવામાં આવી છે. આ લીગની મેચો કોલકાતા, લખનૌ, નવી દિલ્હી, કટક અને જોધપુરમાં રમાશે. લીગ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 8 ઓક્ટોબરે રમાશે. લીગની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.