ICC એ આ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં યોજાવનારા ICC T20 વર્લ્ડ કપ 2022 માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. આની જાહેરાત કરતા ICC એ મેચ રેફરી સહિત કુલ 20 અધિકારીઓની પસંદગી કરી છે. જેમાં 16 અમ્પાયરોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે આ ટુર્નામેન્ટમાં 4 મેચ રેફરી હશે. ICC દ્વારા પસંદ કરાયેલા 16 અમ્પાયરોમાં ભારત તરફથી નીતિન મેનનને સ્થાન મળ્યું છે. નીતિન ICC ની એલિટ પેનલનો ભાગ છે. તે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.

ICCએ આ મેગા ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ અને સુપર 12 માટે 20 મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. ICC એ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. ICC એ જણાવ્યું છે કે, T20 વર્લ્ડ કપની આઠમી સિઝનમાં શ્રીલંકાના રંજન મદુગલે, ઝિમ્બાબ્વેના એન્ડ્ર્યુ પાયક્રોફ્ટ, ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રોડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂન મેચ રેફરી તરીકે જવાબદારી સંભાળશે.

ICC T20 વર્લ્ડ કપ 2022 મેચ અધિકારીઓ

T20 વર્લ્ડ કપ 2022 માટે મેચ રેફરી

એન્ડ્રુ પાયક્રોફ્ટ, ક્રિસ્ટોફર બ્રોડ, ડેવિડ બૂન અને રંજન મદુગલે

T20 વર્લ્ડ કપ 2022 માટે અમ્પાયરો

એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ દાર, અહેસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગફાની, જોએલ વિલ્સન, કુમારા ધર્મસેના, લેંગટન રસેરે, મેરાઈસ ઈરાસ્મસ, માઈકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો, રોડની ટકર.