દુબઈમાં રવિવારે મળેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની બેઠકમાં વર્લ્ડ કપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ટીમો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપ 2022 માં ટોચની આઠ ટીમો સાથે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની પસંદગી કરવામાં આવશે. 14 નવેમ્બર 2022ના રોજ જાહેર થનારી ICC T20 રેન્કિંગમાં સર્વોચ્ચ ક્રમાંકિત ટીમોનો સમાવેશ કરવામાં આવશે.

તેનો અર્થ એ થયો છે કે, આઠ ટીમો વર્લ્ડ કપ 2022 ની ટોચની ટીમો હશે જ્યારે બે ટીમો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વર્લ્ડ કપની યજમાની કરશે. અન્ય બે ટીમોની પસંદગી ICC T20 રેન્કિંગમાંથી કરવામાં આવશે. આ રીતે કુલ 12 ટીમો T20 વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય થશે.

જો આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં સ્થાન મેળવે છે તો રેન્કિંગના આધારે ત્રણ ટીમોની પસંદગી કરવામાં આવશે. જો તે ટોચના આઠમાંથી બહાર આવે છે, તો માત્ર બે ટીમો રેન્કિંગમાંથી ક્વોલિફાય થશે.

જ્યારે ટૂર્નામેન્ટમાં 20 ટીમો હશે. બાકીની આઠ જગ્યાઓ પ્રાદેશિક લાયકાત પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. ICC એ પ્રથમ વખત અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2023માં યોજાશે. તે આવતા વર્ષે જાન્યુઆરીમાં 16-ટીમના રૂપમાં યોજાશે, 41 મેચોની યજમાની દક્ષિણ આફ્રિકાની કરશે.