ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝ રમાવવા જઈ રહી છે. સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકિટથી ઇંગ્લેન્ડને હરાવી શાનદાર જીત પ્રાપ્ત કરી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 128 બોલમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમની આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે, ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સ અને એડમ જામ્પાએ 3-3 વિકેટ લીધી હતી. તેના સિવાય મિચેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઈનીસને એક-એક વિકેટ મળી હતી.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા હતા. જેમાં ડેવિડ મલાને સદીની ઇનિંગ રમી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

તે જ સમયે, ઇંગ્લિશ ટીમનો કેપ્ટન જોસ બટલર 34 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ જામ્પાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. માલન સિવાય આ ઈનિંગમાં અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા ઉતરી અને મેચ જીતી લીધી હતી.