આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ બાદ ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં બેટ્સમેનો અને બોલરોની તાજેતરની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલ તાજેતરની રેન્કિંગમાં ક્રમશ: ચોથા અને છટ્ઠા સ્થાન પર છે. જ્યારે બોલોરની ટોપ ૧૦ યાદીમાં કોઈ ભારતીય સામેલ નથી.

ઇંગ્લેન્ડના ડેવિડ મલાનબેટિંગ રેન્કિંગમાં ટોપ પર ચાલી રહી છે. ટોપ સાત બેટ્સમેનોની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાઉથ આફ્રિકા વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક આઠમા સ્થાન પર પહોંચી ગયા છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઇસ એક સ્થાનના નુકસાનથી નવમાં સ્થાન પર આવી ગયા છે.

બોલરોની યાદીમાં તબરેજ શમ્સી ટોપ પર રહેલા છે જ્યારે તેમના બાદ વાનીંદુ હસારંગા અને રાશીદ ખાનનો નંબર આવે છે. બોલિંગ રેન્કિંગમાં ભારતના ટોપ બોલર અનુભવી ભુવનેશ્વર કુમાર જે ૧૨ માં સ્થાન પર ચાલી રહ્યા છે. ઈજાગ્રસ્ત ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર ૧૮ માં સ્થાનની સાથે ટોપ ૨૦ માં સામેલ એક અન્ય ભારતીય છે. યુજ્વેન્દ્ર ચહલ એકમાત્ર બોલર છે જેની રેન્કિંગમાં સુધારો થયો છે. તે હવે ૨૫ માં સ્થાન પર છે. તેમને તેમ છતાં ટી-૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.

ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા ટોપ ૨૦ માં સામેલ એક ભારતીય છે. તે ૯૮ ની સાથે યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ભારતે છેલ્લી ટી-૨૦ સીરીઝ શ્રીલંકામાં રમી હતી અને ત્યાર બાદ ટીમે સૌથી નાના પારૂપમાં કોઈ મેચ રમી નથી,