બાંગ્લાદેશ સામેની મેચમાં શ્રીલંકાના કોચે આપ્યો કોડ સિગ્નલ, જીત બાદ આપી આવી સ્પષ્ટતા

UAE માં ચાલી રહેલા એશિયા કપ 2022 માં ગુરુવારે બાંગ્લાદેશ-શ્રીલંકા મેચ દરમિયાન ઘણી વખત શ્રીલંકન ડ્રેસિંગ રૂમમાંથી કેપ્ટન દાસુન શનાકાને કેટલાક કોડ સિગ્નલ આપ્યા છે. આ કોડ સિગ્નલ શ્રીલંકાના કોચ ક્રિસ સિલ્વરવુડ આપી રહ્યા હતા. મેચ દરમિયાન, બાંગ્લાદેશી ચાહકો પણ શ્રીલંકાના કોચના આ કોડ સંકેતોને લઈને સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા. કોઈ કહેતું હતું કે, જો કોચને બધા નિર્ણયો લેવાના હોય તો તે પોતે મેદાનમાં કેમ જતા નથી, તો કોઈ કહેતું હતું કે આ બધું તેમણે જ કરવું છે તો કેપ્ટનની શું વાત છે? સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચા વચ્ચે, જ્યારે શ્રીલંકાએ આ મેચ જીતી, ત્યારે કોચ સિલ્વરવુડે આ મામલે સ્પષ્ટતા રજૂ કરી હતી.
સિલ્વરવુડે જણાવ્યું છે કે, ‘તે પોતાની ટીમ અને કેપ્ટનને મદદ કરવા માંગતા હતા. તેમાં પણ કંઈ ખોટું નથી. આ કેપ્ટનને અમારા સૂચનો છે, જે માનવા અથવા ના માનવા કેપ્ટનની ઈચ્છા પર નિર્ભર છે. તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી. અમારો સિગ્નલ આપવાનો અર્થ એ હેતો કે, તે સમયે વિરોધી ટીમના બેટ્સમેન સામે યોગ્ય બોલર કોણ હશે.” કોચ સિલ્વરવુડે એ પણ જણાવ્યું છે કે, ઘણા કોચ એવું કરે છે અને તેનો અર્થ માત્ર કેપ્ટનને સલાહ આપે છે અને તેનો મતલબ માત્ર કેપ્ટનને સૂચનો આપવાનો છે અને તેને કેપ્ટન કેવી રીતે કરવો તે જણાવવાનો નથી.
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે શ્રીલંકા સામે રન બનાવવાની શરૂઆત કરી હતી. વિકેટો પડવા છતાં બાંગ્લા બેટ્સમેનોનું આક્રમક વલણ અકબંધ રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકાના કોચ ડ્રેસિંગ રૂમમાંથી કોડ સિગ્નલ બતાવતા જોવા મળ્યા હતા. તેમ છતાં આ સંકેતો છતાં પણ લંકાની ટીમ વધુ મદદ કરી શકી ન હતી. બાંગ્લાદેશે શ્રીલંકા સામે 183 રન બનાવ્યા હતા. જોકે, અહીં બાંગ્લાદેશની બોલિંગ પણ નબળી રહી હતી અને શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.