ભારતીય ટીમે 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, ભારતનો મુખ્ય ઝડપી બોલર મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ તેના સ્થાને સૌરાષ્ટ્રના ખેલાડી જયદેવ ઉનડકટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 12 વર્ષની લાંબી રાહ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં ઉનડકટની આ વાપસી થઈ છે.

ભારતના મુખ્ય બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને સૌરાષ્ટ્રના અનુભવી ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જયદેવ આ પહેલા ભારત માટે એક ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેણે તેની એકમાત્ર ટેસ્ટ વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં રમી હતી. ત્યારથી તેને ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. આવી સ્થિતિમાં 12 વર્ષ બાદ ભારતીય ટીમની ટેસ્ટ ટીમનો ભાગ બનેલા જયદેવ પાસેથી ટીમ ઈન્ડિયાને ઘણી આશાઓ હશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ 31 વર્ષીય બોલર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે. તમને જણાવી દઈએ કે, જયદેવે અત્યાર સુધી ભારત માટે 1 ટેસ્ટ, 7 ODI અને 10 T-20 મેચ રમી છે.

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ માટે બંને ટીમો

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ.

બાંગ્લાદેશની ટીમ – શાકિબ અલ હસન (કેપ્ટન), મહમુદુલ્લાહ હસન, લિટન દાસ, ખાલિદ અહેમદ, નજમુલ હુસૈન શાંતો, નુરુલ હસન, ઈબત હુસૈન, મોમિનુલ હક, મહેંદી હસન મિર્ઝા, શરીફુલ ઈસ્લામ, યાસિર અલી, તૈજુલ ઈસ્લામ, ઝાકીર હસન, મુશ્ફિકુર રાહિમ, તસ્કીન અહેમદ, રહેમાન રઝા, અનામુલ હક.