ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. લોકેશ રાહુલ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. BCCI દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમી રહ્યા નથી. એવામાં ભારત માટે આ મોટો ઝટકો છે. લોકેશ રાહુલની ડાબી જાંઘના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે.

BCCI એ જણાવ્યું છે કે, આગામી મહીને સાઉથ આફ્રિકા સામે રમાવનારી તૈયારીઓ માટે હવે તે એનસીએમાં રિહેબિલિટેશનથી પસાર થશે. ઓલ ઇન્ડિયા સીનીયર સિલેકશન કમીટેએ રાહુલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કર્યા છે. મંગળવારના ગ્રીન પાર્કમાં ટીમ ઇન્ડિયાએ પ્રેકટીશ સેશનમાં ભાગ લીધો હતો.

લોકેશ રાહુલે તેમાં પણ ભાગ લીધો નહોતો. શુભમન ગીલને ટીમને નેટ સેશન દરમિયાન મયંક અગ્રવાલની સાથે બેટિંગની શરૂઆત કરતા જોવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચેતેશ્વર પુજારાએ બેટિંગ કરી હતી. તેમને પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન બનાવવામાં આવેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ અય્યર અથવા સૂર્યકુમાર યાદમાં કોઈ એક ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરશે અને મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે.

લોકેશ રાહુલ ન્યુઝીલેન્ડ સામે ત્રીજી ટી-૨૦ મેચમાં રમ્યા નહોતા. તેમને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટી-૨૦ મેચમાં તેમને રોહિત શર્માની સાથે મળી ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે. લોકેશ રાહુલ ઈજાના પહેલા શુભમન ગીલના મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની આશા હતી. પરંતુ હવે રાહુલની ગેરહાજરીમાં તે ઓપનીંગ કરી શકે છે.