ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ૨ મેચની ટેસ્ટ સીરીઝ ૨૫ નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે. આ અગાઉ T-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 3-0 થી જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે રોહિત શર્મા કેપ્ટન હતા. પરંતુ તે સીરીઝથી બહાર છે.

અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. રોહિત શર્મા સિવાય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પણ પ્રથમ ટેસ્ટમાં જોવા મળશે નહીં. આ ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ભાગ છે. જુનમાં પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું.

અજિંક્ય રહાણેએ અત્યાર સુધી કેપ્ટન તરીકે 5 ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી છે. તે એક પણ મેચ હાર્યા નથી. 4 માં તેમને જીત મળી છે, જ્યારે એક ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટીમને સીરીઝ જીતાડવામાં તેમને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમની કેપ્ટનશીપમાં ટીમે 2 ટેસ્ટ જીતી હતી.

અજિંક્ય રહાણે જો પ્રથમ ટેસ્ટ જીતી લેશે તો આ તેમની કેપ્ટન તરીકે 5 મી જીત હશે. એવામાં તે સચિન તેંડુલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજોના પાછળ છોડી દેશે. તેમ છતાં તે બેટથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. બંનેએ કેપ્ટન તરીકે 4-4 ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરી છે. કપિલ દેવે 34 જ્યારે સચિને 25 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી છે.

વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેમણે અત્યાર સુધી 65 મેચમાં કેપ્ટનશીપ કરી છે. 38 ટેસ્ટમાં જીત મળી છે, જ્યારે ૧૬ માં હારનો સામનો કરવો પડ્યો છે. 11 મેચ ડ્રો રહી છે. મહેન્દ્ર સિંહ ધોની 27 જીત સાથે બીજા અને સૌરવ ગાંગુલી 21 જીત સાથે ત્રીજા નંબર પર છે. અન્ય કોઈ કેપ્ટન 20 જીત પ્રાપ્ત કરી શક્યા નથી.

ન્યુઝીલેન્ડની ટીમે ભારતમાં અત્યાર સુધી 34 ટેસ્ટ મેચ રમી છે. ટીમને માત્ર 2 માં જીત મળી છે. જ્યારે 16 માં હારનો સામનો કરવો પડ્યો છે. 16 મેચ ડ્રો રહી છે. એવામાં કેન વિલિયમ્સન માટે આ રાહ સરળ રહેશે નહીં. ન્યુઝીલેન્ડની ટીમ 1988 બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી શકી નથી.