આઈસીસીએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવનાર Men’s T20 World Cup 2022 ના શેડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાનથી રમશે. આ મેચ ૨૩ ઓક્ટોબરના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત ૧૬ ઓક્ટોબરથી થશે, જ્યારે ફાઈનલ ૧૩ નવેમ્બરના મેલબોર્નમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ ૪૫ મેચ ૭ અલગ-અલગ શહેરો એડીલેડ, બ્રિસ્બેન, જીલોંગ,. હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. 2014 ની ચેમ્પિયન શ્રીલંકા ૧૬ ઓકટોબરને ટુર્નામેન્ટના ઓપનીંગ મેચ નામીબીયા સામે રમશે.

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે સિડનીમાં અને બીજી 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે. આ પ્રથમ તક વખત હશે જ્યારે વર્લ્ડ કપની સેમિફાઇનલ એડિલેડ ઓવલમાં રમાશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ટાઇટલ મેચ 13 નવેમ્બર, 2022 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. આ મેચ ફ્લડલાઇટમાં રમાશે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે UAE અને ઓમાનમાં આયોજિત વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
ભારતને સુપર 12 માં ગ્રુપ-2 માં પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યું છે. ભારત સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે. પ્રથમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે, બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ A ના રનર અપ સાથે, ત્રીજી 30 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે રમશે. ટીમ ઈન્ડિયાની ચોથી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ સાથે અને 5 મી નવેમ્બરે 6 નવેમ્બરે ગ્રુપ B ની વિજેતા સાથે થશે.
ટુર્નામેન્ટની 12 ટીમો નક્કી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને જુલાઈમાં યોજાનાર ક્વોલિફાયરમાંથી 4 ટીમો નક્કી કરવામાં આવશે. સુપર-12માં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને સ્થાન મળ્યું છે. નામીબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ મુખ્ય ડ્રો પહેલા ક્વોલિફાયર રમશે. અન્ય 4 ટીમો પણ ક્વોલિફાયરમાં પ્રવેશ કરશે.