ઇન્ડિયા A અને ન્યુઝીલેન્ડ A વચ્ચે સત્તાવાર ODI સીરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચમાં ઈન્ડિયા A નો 4 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ઇન્ડિયા A માટે પૃથ્વી શો અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૃથ્વીએ અડધી સદી ફટકારી હતી. જ્યારે કુલદીપે હેટ્રિક લીધી હતી. તેણે આ હેટ્રિકની મદદથી મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ A ને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇન્ડિયા A દ્વારા આ ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ઓલઆઉટ થતાં સુધીમાં 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે રચિન રવીન્દ્રે 61 રન બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે ભારત માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે હેટ્રિક લીધી હતી. કેપ્ટન સંજુ સેમસને ન્યુઝીલેન્ડ A ના દાવની 47 મી ઓવર કુલદીપને આપી હતી. કુલદીપે ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી.

તેણે આ મેચમાં 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ A દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા A ટીમે 34 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પૃથ્વી શોએ ટીમ માટે ખતરનાક બેટિંગ કરી હતી. તેણે 48 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન પૃથ્વીએ 11 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. તેની ઇનિંગ્સના ખૂબ વખાણ થયા હતા. કેપ્ટન સેમસને 37 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડે 30 રન બનાવ્યા હતા.