ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચિતાગોંગમાં રમાઈ રહી છે. ભારત માટે બાંગ્લાદેશ શ્રેણી મહત્વપૂર્ણ છે. જો ભારતને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇલમાં પ્રવેશ કરવો હોય તો તેણે માત્ર બાંગ્લાદેશ સામે જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પણ તમામ મેચો જીતવી પડશે. આવતા વર્ષે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આવો તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે છે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલ પોઈન્ટ પર નજર કરીએ તો ભારત ચોથા નંબર પર છે. ટીમ ઈન્ડિયા 52.8 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 75 પોઈન્ટ સાથે ટોપ પર છે. કાંગારૂ ટીમનું ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જવાનું નિશ્ચિત છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ભારત માટે અવરોધો  રહેલા છે. સાઉથ આફ્રિકા 60 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે શ્રીલંકાના 53.33 પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે.

જો ભારત તેની બાકીની 6 ટેસ્ટ મેચ જીતે છે તો તેના કુલ પોઈન્ટ 68.05 ટકા થઈ જશે. જેના કારણે તે બીજા સ્થાને આવશે. આવી સ્થિતિમાં ભારત ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે. કારણ કે ભારતે ઓસ્ટ્રેલિયા સામે પોતાની જ ધરતી પર 4 ટેસ્ટ રમવાની છે. તમામ ટેસ્ટ જીતવાનો અર્થ છે કે, કાંગારૂ ટીમે ચાર મેચ જીતવી પડશે. જો આમ થશે તો ભારતના પોઈન્ટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ થઈ જશે.

જો ભારત 6 માંથી 5 ટેસ્ટ જીતે અને એક ડ્રો થાય છે. આ કિસ્સામાં, તેને 64.35 ટકા પોઈન્ટ હશે. આ સ્થિતિમાં તે ત્યારે જ ફાઇનલમાં પહોંચશે જ્યારે ઓસ્ટ્રેલિયા ઓછામાં ઓછી ચાર ટેસ્ટ મેચ હારે. અથવા ઓછામાં ઓછું દક્ષિણ આફ્રિકા એક મેચ હારે અને એક ડ્રો રમે. જો ભારત 5 ટેસ્ટ જીતે છે અને એક હારશે તો ભારતના 62.5 ટકા પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં જ્યારે દક્ષિણ આફ્રિકા ઓછામાં ઓછી એક ટેસ્ટ હારે અને એક ડ્રો રમે અથવા ઓસ્ટ્રેલિયા ઓછામાં ઓછી પાંચ ટેસ્ટ મેચ હારે ત્યારે ભારત ફાઇનલમાં પહોંચી શકે છે.