રોડ સેફ્ટી સિરીઝમાં, ઈન્ડિયા લિજેન્ડ્સે ઈંગ્લેન્ડ લિજેન્ડ્સને 40 રનથી હરાવી દીધું હતું. વરસાદને કારણે મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડ લિજેન્ડ્સની ટીમ 15 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 130 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રાજેશ પવારે 3 વિકેટ ઝડપી હતી.

ઈન્ડિયા લિજેન્ડ્સ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડ લિજેન્ડ્સની ટીમ માત્ર 130 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ફિલ મસ્ટર્ડે 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સરનો સમાવેશ થાય છે. ટિમ એમ્બ્રોસે 11 બોલમાં 16 રન બનાવ્યા હતા. ક્રિસ સ્કફિલ્ડે 19 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ભારત તરફથી રાજેશ પવારે 3 વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં 12 રન આપ્યા હતા.

આ અગાઉ ભારતે 15 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. ભારત માટે સચિને 20 બોલમાં 40 રન બનાવ્યા હતા. નમન ઓઝાએ 17 બોલમાં 20 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 15 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. યુવરાજે આ ઇનિંગમાં 3 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. બિન્નીએ બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. યુસુફ પઠાણે 11 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે 3 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. જ્યારે ઈરફાને અણનમ 11 રન બનાવ્યા હતા. આ રીતે ઈન્ડિયા લિજેન્ડ્સનો વિજય થયો હતો.