સાઉથ આફ્રિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જીતની સાથે ભારતીય ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઇન્ડિયાએ બીજી વખત એક કેલેન્ડર વર્ષમાં ચાર ટેસ્ટ મેચ એશિયાથી બહાર જીતી છે. આ અગાઉ ભારતીય ટીમે ૨૦૧૮ માં આવું જ કારનામું કર્યું હતું. ખાસ વાત એ છે કે, બંને વખત કેપ્ટન વિરાટ કોહલી હતા. તેમ છતાં બ્રિસ્બેનમાં રહાણેએ કેપ્ટનશીપ કરી હતી.

આ વર્ષે ભારતીય ટીમે સૌથી પહેલા બ્રિસ્બેનમાં ઐતિહાસિક ટેસ્ટ મેચ જીતી હતી. તે સમયે ભારતની પાસે ઘણા મુખ્ય ખેલાડી નહોતા પરંતુ તેમને જીત પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે લોર્ડ્સ અને ઓવલમાં ટેસ્ટમાં મેચ જીતી હતી.

વર્ષના અંત સુધીમાં ભારતીય ટીમે સેન્ચુરીયનમાં પણ ટેસ્ટ જીતી લીધી હતી. વર્ષના અંતમાં ભારતીય ટીમે સેન્ચુરીયનમાં પણ ટેસ્ટ જીતી લીધી હતી. સેન્ચુરીયનમાં પ્રથમ વખત ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ જીતી છે. આ અગાઉ વર્ષ ૨૦૧૮ માં ભારતીય ટીમે જોહાનિસબર્ગ, નોટિંગહામ, એડિલેડ, મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી.