ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે જાહેરાત કરી છે કે, ભારત 2025 મહિલા વર્લ્ડ કપની યજમાની કરશે. ભારત ઉપરાંત, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ અનુક્રમે 2024 અને 2026 માં T20 વર્લ્ડ કપની યજમાની કરશે, જ્યારે શ્રીલંકા, ટુર્નામેન્ટ માટે તેમની લાયકાત ને આધિન, 2027 માં પ્રારંભિક મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે.

ICC એ જણાવ્યું હતું કે, યજમાનોને પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયાના માધ્યમથી અંતિમ રૂપ આપવામાં આવ્યું છે અને પ્રત્યેક બોલીની સમીક્ષા બોર્ડની સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા માર્ટિન સ્નેડને ક્લેયર કોનર, સૌરવ ગાંગુલી અને રિકી સ્કેરીટ સાથે કરી હતી.

આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અમે બાંગ્લાદેશ, ભારત, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને આઈસીસી મહિલા સફેદ બોલ સ્પર્ધાઓથી સન્માનિત કરવામાં માટે ખુશ છે. મહિલા રમતના વિકાસને વેગ આપવો એ આઈસીસીની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાંથી એક છે,”

ભારત 2025 માં પાંચમી વખત મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન કરશે, અને 2016 પછી તેની પ્રથમ વૈશ્વિક મહિલા ટૂર્નામેન્ટ હશે. 2025 ની આવૃત્તિ 2022 ની આવૃત્તિ જેવી જ હશે, જેમાં આઠ ટીમો ભાગ લેશે અને કુલ 31 મેચ રમશે.

2025 ના ભવ્ય કાર્યક્રમ માટે ભારતના યજમાન તરીકે બોલતા, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે, મહિલા ક્રિકેટની લોકપ્રિયતા માટે આ યોગ્ય દિશામાં એક પગલું છે. આ દરમિયાન, BCCI સચિવ જય શાહે જણાવ્યું છે કે, બોર્ડ તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં.

નોંધનીય છે કે 50 ઓવરનો મહિલા વર્લ્ડ કપની ભારતમાં લગભગ 9 વર્ષ બાદ વાપસી થઈ છે. ભારતે આ ટુર્નામેન્ટની છેલ્લી વખત 201૩ માં યજમાની કરી હતી.