ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર, ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય ટીમ સામે ત્રણ મેચોની વનડે સીરીઝ અને એટલી જ મેચોની T20 સીરીઝ રમશે. ન્યુઝીલેન્ડના આ પ્રવાસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ ટીમનો આ પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે. તે જ સમયે, આ પ્રવાસની છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીના રમાશે.

ત્રણ મેચની રમાશે વનડે સીરીઝ

ન્યૂઝીલેન્ડની ટીમના ભારત પ્રવાસની શરૂઆત ત્રણ મેચની વનડે સીરીઝથી થશે. વનડે સીરીઝ 18 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. જ્યારે આ શ્રેણીની બીજી વનડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે, જ્યારે શ્રેણીની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાશે.

ટી20 સીરીઝમાં પણ ત્રણ મેચ રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની T20 સીરીઝ 27 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ T-20 મેચ રાંચીમાં રમાશે. T-20 સીરીઝની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

ન્યુઝીલેન્ડ વિ ભારત સીરીઝનું શેડ્યૂલ

પ્રથમ વનડે – 18 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી વનડે – 21 જાન્યુઆરી, રાયપુર

ત્રીજી વનડે – 24 જાન્યુઆરી, ઇન્દોર

પ્રથમ T20 – 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20 – 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20 – 1 ફેબ્રુઆરી, અમદાવાદ