આઈપીએલ ૨૦૨૧ ની લીગ સ્ટેજની અંતિમ મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્લી કેપિટલ્સને સાત વિકેટથી હરાવી રોમાંચક જીત મેળવી હતી. આરસીબીને મેચની અંતિમ બોલમાં જીતવા માટે ૫ રન જોતા હતા અને સ્ટ્રાઈક પર ટીમના વિકેટકીપર કેએસ ભરત હતા. દિલ્લી તરફથી આવેશ ખાન અંતમ બોલ ફેંકવાના હતા. બધાની નજર તેમના પર રહેલી હતી. સિક્સ વગર આરસીબીની જીત નક્કી નહોતી. પોતાની પ્રથમ આઈપીએલ સીઝન રમી રહેલા ભરત માટે અંતિમ બોલમાં સિક્સર ફટકારવી પડકાર હતો.

આવેશે અંતિમ બોલ ફૂટબોલ ફેંકી, જેના પર ભરતે હવાઈ શોટ રમ્યો અને બોલ બાઉન્ડ્રીની પાર પહોંચી ગયો હતો. ભરતે સિક્સર ફટકારી આરસીબીને જીત અપાવી દીધી હતી.

અંતિમ બોલ પર સિક્સર ફટકારનાર ભરતે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તે મહેન્દ્ર સિંહ ધોની અને ડ્વેન બ્રાવોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા છે. ભરત એવા ત્રીજા બેટ્સમેન બન્યા, જેને અંતિમ બોલ પર જીત માટે ૫ અથવા તેનાથી વધુ રન સિક્સરથી પૂર્ણ કરી ટીમને જીત અપાવી દીધી હતી. તેમના પહેલા ધોનીએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૨૦૧૬ માં આવું કર્યું હતું, જ્યારે બ્રાવો પણ ૨૦૧૨ માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આ કારનામું કરી ચુક્યા છે.