IPL 15 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન ફરી એક વખત બુકીઓ સક્રિય થઈ ગયા છે. હૈદરાબાદ પોલીસે એક એવા જ સટ્ટાબાજીના ગ્રુપ પર કાર્યવાહી કરી છે. પોલીસે તેમની સામે કાર્યવાહી કરતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસ તેમની પાસે 12 લાખની રોકડ જપ્ત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ બાબતની જાણકારી સ્પેશલ ટીમને મળી હતી. ત્યાર બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને રૂ.11.80 લાખ રોકડા મળી આવ્યા હતા. આ સિવાય પોલીસે ખાતામાં રહેલા 31 લાખથી વધુ રૂપિયા પણ જપ્ત કર્યા છે. જેમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ લોકો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં સટ્ટો રમી રહ્યા હતા.

પોલીસે તેમની કાર્યવાહીમાં ટી. નાગારાજુની પણ ધરપકડ કરી છે. ટી. નાગરાજુ મેચમાં જ સટ્ટાબાજી કરતો હતો. આઈપીએલ શરૂ થતાની સાથે જ બુકીઓ પોતાના સાથી ખેલાડીઓ સાથે સક્રિય થઈ ગયા છે. આ સમગ્ર રેકેટનો વડા સાઈરામ વર્મા છે, જેના માટે ઘણા બુકીઓ કામ કરે છે.

ટી. નાગરાજુએ આ રેકેટ કેવી રીતે કામ કરે છે તેની માહિતી પણ આપી છે. આરોપીએ જણાવ્યું છે કે, તે સાઈરામ વર્મા પાસેથી સટ્ટાબાજીના તમામ પૈસા લેતા હતા. મેચ પૂર્ણ થયા બાદ વિજેતાને પૈસા આપવામાં આવ્યા હતા. આ પૈસા અલગથી લઈને વહેંચવામાં આવ્યા હતા. સટ્ટાબાજીના મામલામાં નાગારાજુની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ સિવાય પકડાયેલા બુકીઓએ જણાવ્યું કે મેચની શરૂઆત સાથે જ સટ્ટાબાજી શરૂ થઈ જાય છે. આ સિવાય તેઓ છેલ્લા બોલ સુધી આગળ જતા રહે છે. મેચના દર મેચ પ્રમાણે ઉપર અને નીચે જતા રહે છે.