ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં શુક્રવારની રાત્રે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની જીતે પ્લેઓફની રેસને રસપ્રદ બનાવી દીધી છે. ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પંજાબની ટીમ IPL 2022 ના પોઈન્ટ ટેબલમાં આઠમાથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ જીત સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ પ્રબળ બની છે.

ગુજરાત ટાઇટન્સ એકમાત્ર એવી ટીમ છે જેને અત્યાર સુધી પ્લેઓફમાં જગ્યા નક્કી કરી છે. આ સાથે જ બે ટીમો મુંબઈ અને ચેન્નાઈનું પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની સાત ટીમો વચ્ચે જંગ ચાલુ છે. લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફના બાકીના ત્રણ સ્થાનો માટે આગળ છે.

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રન રેટ પોઈન્ટ્સ
1 GT 12 9 3 0.376 18
2 LSG 12 8 4 0.385 16
3 RR 12 7 5 0.228 14
4 RCB 13 7 5 -0.323 14
5 DC 12 6 6 0.210 12
6 PBKS 12 6 6 0.023 12
7 SRH 11 5 6 -0.31 10
8 KKR 12 5 7 -0.057 10
9 CSK 12 4 8 -0.181 8
10 MI 12 3 9 -0.613 6