અંબાતી રાયડુના હેન્ડલ પરથી એક ટ્વિટ આવી હતી. તેમાં લખ્યું હતું કે, તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ તેના થોડા સમય બાદ આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી. આ અંગે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓનું નિવેદન આવ્યું છે. તેનું કહેવું છે કે રાયડુની નિવૃત્તિના સમાચાર ખોટા છે.

નોંધનીય છે કે, રાયડુની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 187 IPL મેચમાં 4187 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 અડધી સદી અને એક સદી ફટકારી છે. IPLમાં રાયડુનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 100 રન છે. તેણે IPL 2018માં 602 રન બનાવ્યા હતા.

જયારે આ સિઝનમાં તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. અંબાતી રાયડુની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. પરંતુ તે સારું રહ્યું છે. તેણે 55 વનડેમાં 1694 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેણે 6 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ પણ રમી છે. રાયડુ આ ફોર્મેટમાં વધુ રન બનાવી શક્યો નહોતો.