IPL ની 15 મી સીઝનને લઈને ટીમો તૈયાર થઈ ગઈ છે. જયારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચના રોજ રમાશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 27 માર્ચે રમશે. આ પહેલા જાણી લો કે RCBની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લીગ તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે બે-બે મેચ રમશે. જ્યારે બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. ફ્રેન્ચાઇઝીએ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે

ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે. વિરાટ કોહલી લાંબા સમયથી આરસીબી તરફથી ઓપનર તરીકે રમી રહ્યા છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ પ્રથમ વખત RCB તરફથી રમશે. આ અગાઉ તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ભાગ હતા. ગત સિઝનમાં તેના બેટમાંથી ઘણા રન આવ્યા હતા.

મિડલ ઓર્ડર બેટ્સમેન

ત્યાર બાદ યુવા બેટ્સમેન અનુજ રાવત ત્રીજા નંબર પર રમવાની આશા છે. રાવતને RCB એ 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ ચોથા નંબરે અને દિનેશ કાર્તિક પાંચમા નંબરે રમે તેવી શક્યતા છે. ગ્લેન મેક્સવેલે IPL 2021 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા હતા.