IPLના ચેરમેન બ્રિજેશ પટેલે IPL 2022 ની મેગા ઓક્શનની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં IPL 2022 ની મેગા હરાજી માટેની તારીખો પર પણ ચર્ચા કરવામાં આવી છે અને IPL ચેરમેન બ્રિજેશ પટેલે પુષ્ટિ કરી હતી કે, આ 12 અને 13 ફેબ્રુઆરીના બેંગ્લોરમાં આયોજિત કરવામાં આવશે. તેમ છતાં BCCI એ હજુ સુધી એ નક્કી કર્યું નથી કે, લખનૌ અને અમદાવાદ ટીમને ખેલાડીઓને સાઈન કરવા માટે કેટલો સમય આપવામાં આવશે. તેમને ઓછામાં ઓછા થોડા અઠવાડિયા આપવામાં આવે તેવી અપેક્ષા રહેલી છે.

આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે પોતે મીટિંગ બાદ ટાટા જૂથને આગામી સિઝન માટે ટાઇટલ સ્પોન્સર તરીકે પુષ્ટિ કરી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, Vivo બહાર થઈ ગયું છે અને હવે ટાટા ટાઈટલ સ્પોન્સર હશે. નોંધનીય છે કે Vivo પાસે IPL સાથે સ્પોન્સરશિપ કરારમાંથી હજુ બે વર્ષ બાકી છે, પરંતુ Vivo આ કરારને ચાલુ રાખવા તૈયાર નથી.

Vivo અને BCCI એ IPL ની ટાઇટલ સ્પોન્સરશિપ માટે 2018 માં રૂ. 440 કરોડના સોદા પર કરાર કર્યો હતો, જે IPL 2023 સીઝન બાદ સમાપ્ત થવાનું હતું, પરંતુ બંને પક્ષો આ પહેલા અલગ થઈ ગયા છે. એવું પણ માનવામાં આવે છે કે, વિવોએ BCCI સાથેના તેના હાલના સોદાને IPL ટાઇટલ સ્પોન્સરશિપ ટાટાને ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી. હવે ટાટા પાસે IPL ની 2022 અને 2023 સિઝન માટે ટાઇટલ સ્પોન્સરશિપ હશે.