T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર જોશુઆ લિટલે હેટ્રિક લઈને એક નવું કારનામું કર્યું છે. જોશુઆ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો આયરલેન્ડનો બીજો ખેલાડી બની ગયો છે. આ વર્લ્ડ કપની આ બીજી હેટ્રિક છે. તે જ સમયે, 2022 T20 વર્લ્ડ કપની સુપર-12 પ્રથમ હેટ્રિક છે.

આ અગાઉ ક્વોલિફાઈંગ મેચોમાં યુએઈના કાર્તિક મયપ્પને શ્રીલંકા સામે હેટ્રિક લીધી હતી. હવે જોશુઆ લિટલે હેટ્રિક લીધી છે. લીટીલે 19 મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. આ સાથે તે T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો છઠ્ઠો બોલર પણ બની ગયો છે.

T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારા બોલરો

બ્રેટ લી વિ બાંગ્લાદેશ, 2007

કર્ટિસ કેમ્પર વિ નેધરલેન્ડ, 2021

વાનિન્દુ હસરંગા વિ સાઉથ આફ્રિકા, 2021

કાગીસો રબાડા વિ. ઈંગ્લેન્ડ, 2021

કાર્તિક મયપ્પન વિ. શ્રીલંકા, 2022

જોશુઆ લિટલ વિ ન્યુઝીલેન્ડ, 2022