ઈશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે. તે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 23 ચોગ્ગા અને 9 છગ્ગા નીકળ્યા હતા. આ બેવડી સદી સાથે ઈશાન કિશને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

ભારત માટે ODI ક્રિકેટમાં ઈશાન કિશન પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા બેવડી સદી ફટકારી ચૂક્યા છે. જોકે, ઈશાને માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તે 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની તોફાની ઇનિંગ્સમાં તેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

ઈશાન કિશને માત્ર 126 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ હવે તેના નામે થઈ ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડીને આ મહાન રેકોર્ડ બનાવ્યો છે. ગેઈલે 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી.