ભારતીય બોલર ઈશાંત શર્માએ ટીમ ઈન્ડિયામાં વાપસીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે. તેને આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શક્ય છે કે આ ઈશાંતનો તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી જાળવી રાખવાનો છેલ્લો પ્રયાસ હોઈ શકે છે.

ઈશાંત લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. તે છેલ્લે ગયા વર્ષે કાનપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો. ઈશાંતના ખરાબ ફોર્મના કારણે તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. BCCI દ્વારા તેને રણજી ટ્રોફી મેચ રમીને લયમાં આવવાની સલાહ આપવામાં આવી હતી. જો કે તે આ સિઝનમાં માત્ર કેટલીક રણજી મેચોમાં જોવા મળ્યો હતો. IPL 2022 ની મેગા ઓક્શનમાં પણ તે અનસોલ્ડ રહ્યા હતા.

દિલ્હીએ મુશ્તાક અલી ટ્રોફી માટે તેની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમની આગેવાની કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી નીતિશ રાણાના હાથમાં આપવામાં આવી છે. આઈપીએલના ઘણા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના હૃતિક શોકિન, રાજસ્થાન રોયલ્સના નવદીપ સૈની, RCB ના અનુજ રાવત, CSK ના સિમરજીત સિંહ, LSG ના આયુષ બદૌની અને મયંક યાદવ અને દિલ્હી કેપિટલ્સના લલિત યાદવ આ ટીમના ભાગ છે.

દિલ્હીની ટીમઃ નીતીશ રાણા (કેપ્ટન), હિંમત સિંહ (વાઈસ કેપ્ટન), હિતેન દલાલ, યશ ધૂલ, અનુજ રાવત (વિકેટકીપર), હૃતિક શોકિન, આયુષ બદૌની, લલિત યાદવ, ઈશાંત શર્મા, નવદીપ સૈની, સિમરજીત સિંહ, મયંક યાદવ, શિવાંક વશિષ્ઠ, દેવ લાકરા, પ્રદીપ સાંગવાન, પ્રાંશુ વિજયારન.