જમૈકા તાલાવાહે કેરેબિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું છે. ભારતીય સમય અનુસાર શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં જમૈકાની ટીમે બાર્બાડોસ રોયલ્સને 8 વિકેટે એકતરફી પરાજય આપ્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે જમૈકા તાલાવાહે કેરેબિયન પ્રીમિયર લીગ ટ્રોફી જીતી છે. આ પહેલા વર્ષ 2016માં જમૈકાની ટીમ ચેમ્પિયન બની હતી.

ફાઈનલ મેચમાં બાર્બાડોસ રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જમૈકાની ટીમ માટે ટોપ ઓર્ડરે જોરદાર રમત દર્શાવી હતી પરંતુ મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર ફ્લોપ રહ્યા હતા. રહકિમ કોર્નવેલ (36), કાયલ મેયર્સ (29) અને આજમ ખાન (51) સિવાય અન્ય બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જમૈકા તરફથી ફેબિયન એલન અને નિકોલસ ગોર્ડને 3-3 વિકેટ લીધી હતી. ફેબિયન એલનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

162 રનના ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી જમૈકા તલ્લાવાહ્સની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ વિકેટ એક રન પર પડી ગઈ હતી. અહીંથી બ્રેન્ડન કિંગે 50 બોલમાં 83 રન અને શામરાહ બ્રુક્સે 33 બોલમાં 47 રન ફટકારીને પોતાની ટીમનો વિજયનો માર્ગ નક્કી કર્યો હતો. જમૈકાએ 16.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતો.