ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે ડોક્ટરેટ બનવાનું પોતાનું લાંબા સમયથી ચાલતું સપનું પૂરું કર્યું છે. બુધવારે (7 ડિસેમ્બર), તેમણે બર્મિંગહામ યુનિવર્સિટીને તેમની ડોક્ટરેટની પદવી આપવા બદલ આભાર માન્યો હતો. કહેવાય છે કે, ક્રિકેટની સાથે-સાથે અભ્યાસ કરવો એ અઘરો પડકાર છે, પરંતુ ક્રિસ વોક્સે તેને આસાન બનાવી દીધું છે. ડોક્ટરેટની ડિગ્રી મેળવ્યા બાદ હવે તે ડો. ક્રિસ વોક્સ બની ગયા છે. બર્મિંગહામ યુનિવર્સિટી દ્વારા સન્માનિત થવાને કારણે વોક્સ પાકિસ્તાન પ્રવાસ પર જઈ શક્યો ન હતો.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ પોતાની ડોક્ટરેટની પદવી પૂર્ણ કર્યા બાદ આગામી સ્થાનિક સિઝન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા આતુર છે. જો કે, તે IPL 2023 માં જોવા મળશે નહીં કારણ કે તેણે હરાજી માટે પોતાને નામાંકિત કર્યા નથી. વોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો અભિન્ન ભાગ છે. જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ સાથે તેની હાજરી ટીમના હુમલામાં વધારો કરે છે. ઈંગ્લેન્ડ 2023 માં એશિઝની યજમાની કરશે. આ જોતા વોક્સ પોતાને ફિટ રાખવા માટે ટેવાયેલો હતો. તે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પાસેથી એશિઝ ટ્રોફી પરત લેવાનો પ્રયાસ કરશે.

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 નો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 164 રનથી હરાવ્યું હતું. દરમિયાન ઈંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાનને 74 રને હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાનની ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા થોડી ધૂંધળી થઈ ગઈ છે પરંતુ તેનો અંત આવ્યો નથી. આગામી સમયમાં રમાનારી ચાર ટેસ્ટ શ્રેણી નક્કી કરશે કે કઈ ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. હાલમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલ પોઈન્ટ્સમાં ટોચ પર છે.