વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી મહીને ટી-20 અને વનડે સીરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમે તૈયારીઓ કરી લીધે છે. લાંબા સમય બાદ કેન વિલિયમસન ન્યુઝીલેન્ડની લીમીટેડ ઓવરોની ટીમમાં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. ખાસ વાત એ છે કે, 2015 બાદ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે.

ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીમીટેડ ઓવરોની ટીમમાં પોતાના તમામ મહત્વના ખેલાડીઓને પરત બોલાવ્યા છે. કેન વિલિયમસન ઉપરાંત ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની લીમીટેડ ઓવરોની સીરીઝના ભાગ હશે.

બ્લેકકેપ્સના મુખ્ય પસંદગીકારે જણાવ્યું છે કે, “ટી-20 વર્લ્ડ કપ હવે દૂર નથી. અમે ટીમને વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે અમે અમારી ટીમ બનાવવાના ખૂબ જ નજીક છીએ.

તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ડ, ટિમ સાઉથી અને કોનવેએ ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપથી મર્યાદિત ઓવરની ક્રિકેટ રમી નથી. આ દિગ્ગજ ખેલાડીઓ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પણ આસાન રહેવાનો નથી કારણ કે ન્યૂઝીલેન્ડને માત્ર 11 દિવસમાં 6 મેચ રમવાની છે. જેમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચનો સમાવેશ થાય છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ડ, બ્રેસવોલ, કોનવે, લુકી ફર્ગ્યુસન, માર્ટન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ, મિશેલ, નિશામ, ફિલિપ્સ, સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.