કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ક્યૂટ ક્પ્લસ્માંથી એક છે. રિયાલિટી ગેમ શો બિગ બોસ 15 દરમિયાન બંનેની નિકટતા વધી અને બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેમની નિકટતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને હંમેશા સાથે જોવા મળે છે અને તેમની બેસ્ટ બોન્ડિંગ જોતા જ બને છે. સોશિયલ મીડિયાથી લઈને કેમેરામેન સુધીની નજર હંમેશા આ જોડી પર રહે છે. બિગ બોસ બાદ ફેન્સ તેમને ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા માટે ઉત્સુક છે.

છેલ્લા દિવસોમાં એવામાં સમાચાર હતા કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા એક શોમાં સાથે જોવા મળી શકે છે પરંતુ આ સાચું સાબિત થયું ન હતું. હવે Etimes ના અહેવાલ મુજબ, કરણ કુન્દ્રા એક વેમ્પાયર શોમાં જોવા મળશે. ઘણી વિચાર-વિમર્શ બાદ કરણે આ શો સાઈન કર્યો છે.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી પણ આ શોનો ભાગ બની શકે છે. જો આમ થશે તો બંનેને ફરી એકસાથે પડદા પર જોવાની દર્શકોની ઈચ્છા પૂરી થશે. કહેવામાં આવી રહ્યું છે કે, ઝલક દિખલા જા 10 સ્પર્ધક ગશ્મીર મહાજાની શોમાં સમાંતર લીડ રોલમાં જોવા મળશે. યશ પટનાયક આ શોનું નિર્માણ કરી રહ્યા છે અને આ શો નાગિન 6નું સ્થાન લેશે.