ભારતીય સ્ટાર ઓપનર અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હવે તેના વિશે વધુ એક મોટા સમાચાર આવ્યા છે કે, લગ્નના કારણે તે શ્રીલંકા સામેની હોમ સિરીઝ ચૂકી શકે છે. ટી-20 વર્લ્ડ કપ બાદ લોકેશ રાહુલને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. હવે રાહુલ પોતાના લગ્નને કારણે શ્રીલંકા સામેની આગામી સીરીઝ ચૂકી શકે છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વિશે એવા સમાચાર ઝડપથી છે કે, બંને જાન્યુઆરી 2023 માં લગ્ન કરી શકે છે. હાલમાં, BCCI દ્વારા શ્રીલંકા શ્રેણી માટે કોઈ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ અટકળો લગાવવામાં આવી રહી છે કે, લગ્ન અને સીરીઝ બંને લગભગ એક જ સમયે થશે.

ઈનસાઈડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, કેએલ રાહુલે તેના લગ્ન માટે બોર્ડ પાસેથી બ્રેક માંગ્યો છે. જો કે, અત્યાર સુધી તમામ બાબતો વિશે અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.

નોંધનીય છે કે આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા બંનેના લગ્ન વિશે જણાવ્યું હતું કે, “આશા છે કે ટૂંક સમયમાં અમને ખબર પડી જશે કે લગ્ન ક્યારે અને ક્યાં થશે. યોગ્ય સમય આવશે ત્યારે બધાને ખબર પડશે. બંનેના સમયપત્રકને ધ્યાનમાં લઈને આ બાબત નક્કી કરવામાં આવશે. અમે ટૂંક સમયમાં તારીખો નક્કી કરીશું.” હવે જોવાનું એ રહેશે કે શું રાહુલ લગ્નના કારણે સિરીઝ ચૂકી જાય છે અને રાહુલ ક્યારે લગ્ન કરે છે.