ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની સિરીઝ સમાપ્ત થયા બાદથી બ્રેક પર છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયા નહોતા. આ સિવાય તે ઝિમ્બાબ્વે સામે પણ રમશે નહીં. વિરાટ કોહલી એશિયા કપમાંથી વાપસી કરી શકે છે. કોહલી પેરિસ અને લંડનની મુલાકાત લીધા બાદ મુંબઈ પરત ફર્યો છે. હાલમાં જ તે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. હવે અનુષ્કાએ તેની સાથે એક તસ્વીર શેર કરી છે, જેમાં વિરાટ કોહલી નવા અવતારમાં જોવા મળી રહ્યા છે.

અનુષ્કા અને વિરાટ આ તસ્વીરમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમાં જેકેટ અને ટી-શર્ટ બંનેનો રંગ સમાન છે. કોહલી અને અનુષ્કાએ રોકસ્ટાર જેવા પોઝ આપ્યા છે. આ તસ્વીર શેર કરતી વખતે અનુષ્કાએ કોહલીને ‘ક્યુટ બોય’ ગણાવ્યો છે. તેમને જણાવ્યું છે એક, “હું હંમેશા એક સુંદર વ્યક્તિ સાથે બેન્ડ શરૂ કરવા માંગતી હતી,”.

બંનેને તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલીએ તસ્વીરો લેનારને પુત્રી વામિકાથી દૂર રહેવા માટે કહ્યું હતું. તે ઈચ્છતા નહોતા કે, કોઈ તેમની પુત્રીની તસ્વીર લે. આ વિશેમાં તેમને સોશિયલ મીડિયા પર ઘણી વખત જણાવ્યું છે. વિરાટ કોહલી એરપોર્ટ પર અનુષ્કાને સંભાળતા પણ જોવા મળ્યા હતા.

વિરાટ અને અનુષ્કા પેરિસથી પરત ફર્યા બાદ લંડન ગયા હતા. ત્યાં બંને એક ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં જમ્યા હતા. ત્યાર બાદ બંને શેફ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. શેફ સુરેન્દ્ર મોહને ટ્વિટર પર બોમ્બે બસ્ટલ રેસ્ટોરન્ટની બહાર વિરાટ અને અનુષ્કા સાથેની તસ્વીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે, ભારતનું ગૌરવ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અમારું ભોજન અહીં ખાધું હતું. આ આપણને ગર્વ અને સન્માન આપી રહ્યા છે.