આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. મેસ્સીએ જણાવ્યું છે કે, કતાર 2022 માં રમાવનાર વર્લ્ડ કપ તેની કારકિર્દીની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. કદાચ મેસ્સી કતાર વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે. મહત્વની વાત એ છે કે, આગામી વર્લ્ડકપ 4 વર્ષ પછી રમાશે. તેથી ત્યાં સુધી તેઓ ભાગ્યે જ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન મેસ્સીની નિવૃત્તિ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. મેસ્સીને પૂછવામાં આવ્યું કે, શું 2022 માં કતારમાં રમાનાર વર્લ્ડ કપ તેની કારકિર્દીની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. તેના પર તેણે જણાવ્યું કે, હા, તે એકદમ છેલ્લી છે. મેસ્સી હવે 39 વર્ષનો છે અને આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી 2026 માં રમાશે. તેથી ઉંમરને કારણે તેઓ તેમાં ભાગ લઈ શકશે નહીં. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મેસ્સી કતાર વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઈ શકે છે.

મેસ્સીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. તેણે આર્જેન્ટિના તરફથી રમતા 90 ગોલ કર્યા છે. મેસ્સીએ પણ બાર્સેલોના માટે સારો દેખાવ કર્યો છે. તેણે 2004 થી 2021 દરમિયાન આ ટીમ માટે રમાયેલી 520 મેચોમાં 474 ગોલ કર્યા છે. તે વિશ્વના ટોચના ખેલાડીઓમાંથી એક છે.

તેમણે કહ્યું, “હું થોડો તણાવમાં છું. વર્લ્ડ કપ આવે ત્યાં સુધી હું એક દિવસની ગણતરી કરી રહ્યો છું. આ મારી કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હશે. તેથી ચિંતા એ છે કે, તે કેવી રીતે પ્રદર્શન કરશે. હું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને ખૂબ જ ઉત્સાહિત છું. વર્લ્ડ કપની તમામ મેચો કપરી હશે. આ વખતે મારી ફેવરિટ ટીમ જીતે એ જરૂરી નથી. મને લાગે છે કે આ વખતે અમારા કરતા સારૂ પ્રદર્શન કરનારી ટીમો છે.