KL રાહુલ ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે કેપ્ટન હશે. વાસ્તવમાં લોકેશ રાહુલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે, તેના લીધે રાહુલ કેપ્ટન રહેશે કે નહીં તે નક્કી નથી, પરંતુ હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, લોકેશ રાહુલ ટીમ ઈન્ડિયા માટે કેપ્ટનની ભૂમિકામાં હશે. ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ હશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં યજમાન ટીમ સાથે ત્રણ વનડે મેચોની શ્રેણી રમશે. આ પ્રવાસમાં લોકેશ રાહુલ ભારતીય ટીમના કેપ્ટન હશે, જ્યારે શિખર ધવન વાઈસ કેપ્ટનની ભૂમિકામાં હશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ વનડે મેચ 18 ઓગસ્ટે રમાશે. જ્યારે, બીજી વનડે 20 ઓગસ્ટે રમાશે જ્યારે છેલ્લી ODI 22 ઓગસ્ટે રમાશે. આ સીરીઝની તમામ મેચ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે સીરીઝની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.45 વાગ્યે શરૂ થશે.

જ્યારે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ જેવા નિયમિત ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના ભાગ નહીં હોય.

ઝિમ્બાબ્વે સામેની સીરીઝ માટે ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દિપક ચહર