ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફરી એક વખત મેચ ફિક્સિંગનું ભૂત બહાર આવ્યું છે. વાસ્તવમાં સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈએ આ ત્રણ લોકો સામે કેસ નોંધ્યો છે. ત્યાર બાદ આ લોકોને સીબીઆઈને જાણકારી આપી છે કે, તેમને પાકિસ્તાનથી મળેલી જાણકારી બાદ આઈપીએલમાં કેટલીક મેચોના પરિણામને ઘણા વધુ પ્રભાવિત કર્યા છે. સીબીઆઈ દ્વારા આ ત્રણ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનથી મળેલા ઈનપુટ પર સીબીઆઈ દ્વારા બે લોકોની ધરપકડ હૈદરાબાદ અને એક આરોપીને દિલ્હીથી પકડવામાં આવ્યા છે. આ ત્રણે યુવકો પર આરોપ છે કે, IPL 2022 માં તેમને ફિક્સિંગ કરી છે અને મેચના પરિણામ પ્રભાવિત કર્યા છે.

CBIએ દિલ્હીના રોહિણીના રહેવાસી દિલીપ કુમાર, હૈદરાબાદના ગુરરામ વાસુ અને ગુરરામ સતીશને તેની પ્રાથમિકતામાં આરોપી તરીકે નામ આપ્યા છે. આ મામલે સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે આ રેકેટ 2013 થી સક્રિય છે.

વધુ માહિતી આપતા સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ બુકીઓએ મેચ ફિક્સિંગ માટે ઘણા ફેક આઈડી અને કેવાયસી દ્વારા બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હોઈ શકે છે, જેથી વિદેશમાં બેઠેલા લોકો તેમાં સટ્ટાબાજીના પૈસા મોકલી શકે.