નેશનલ ગેમ્સ 2022 શરૂ થઈ ગઈ છે. જેમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર શરૂઆત કરી હતી. તેણે શુક્રવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈ મણિપુરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. મીરાબાઈએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જાળવી રાખીને નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો.

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે નેશનલ ગેમ્સ 2022 માં પણ ગોલ્ડ જીત્યો હતો. મીરાબાઈએ 49 કિલોગ્રામ મહિલા વર્ગમાં આ મેડલ જીત્યો હતો. જ્યારે સંજીતા ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. ઓડિશાની સ્નેહા સોરેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરાબાઈની વાત કરીએ તો તેણે 107 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો.

નોંધનીય છે કે મીરાબાઈએ અનેક અવસર પર દેશ માટે મેડલ જીત્યા છે. તેણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2015માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી તેણે 2017માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈએ 2019માં પણ ગોલ્ડ જીત્યો હતો. જો આપણે કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો તેણે ગ્લાસગો 2014માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે આ પછી તેણે 2018માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2022માં બર્મિંગહામમાં પણ ગોલ્ડ જીત્યો હતો.