ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની T20 રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાનનો સ્ટાર ખેલાડી મોહમ્મદ રિઝવાન ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. રિઝવાને પોતાની જ ટીમના કેપ્ટન બાબર આઝમને પછાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તાજેતરની રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવને પણ નિરાશ લાગી છે.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 1000 દિવસથી વધુ સમય સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહ્યો હતો. પરંતુ T20 ઇન્ટરનેશનલની છેલ્લી 10 ઇનિંગ્સમાં બાબર આઝમ માત્ર બે અડધી સદી ફટકારી શક્યો હતો. એશિયા કપની ત્રણ ઇનિંગ્સમાં બાબર આઝમનું બેટ ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું. બાબરને આનો ભોગ બનવું પડ્યું અને તેણે T20 રેન્કિંગમાં પોતાનું શાસન ગુમાવું પડ્યું છે.

બીજી તરફ એશિયા કપમાં મોહમ્મદ રિઝવાને શાનદાર રમત દેખાડી છે. રિઝવાને એશિયા કપની ત્રણ ઇનિંગ્સમાં 192 રન બનાવ્યા છે. રિઝવાને હોંગકોંગ સામે અણનમ 78 રન બનાવ્યા હતા. આ પછી રિઝવાને ભારત સામે 71 રન બનાવ્યા અને પોતાની ટીમ માટે ફાઇનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી દીધી છે. રિઝવાનને પણ રેન્કિંગમાં આ ઇનિંગ્સનો ફાયદો થયો અને તે T20 રેન્કિંગમાં નંબર વન ખેલાડી બની ગયો છે.