ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એક તસવીર સામે આવી રહી છે, જેમાં તે લક્ઝરી કારની ચાવી લેતો જોવા મળી રહ્યો છે. આ કાર Jaguar F-Type છે, જેની એક્સ-શોરૂમ કિંમત 98.13 લાખ રૂપિયા છે. શમીએ હાલમાં જ આ લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી છે.

Jaguar F-Type ની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ કાર માત્ર થોડીક સેકન્ડમાં જ ઝડપ પકડી લે છે. આ સ્પોર્ટ્સ કાર 3.7 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કાર ટુ સીટર છે, જે 5000 સીસી એન્જિન સાથે ઉપલબ્ધ છે. આ કારમાં 8 ઓટોમેટિક ગિયરબોક્સ છે.

શમીએ આ કાર નવી દિલ્હીની શિવ મોટર્સ પાસેથી ખરીદી છે. શિવ મોટર્સના ડાયરેક્ટર અમિત ગર્ગે પોતે તેમને કારની ચાવી આપી હતી. અમિતે તેના LinkedIn એકાઉન્ટ પરથી શમી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે શમીએ અમિતને તેના હસ્તાક્ષર કરેલો બોલ પણ ભેટમાં આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમીને તેમ છતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. હાલમાં જ તે ઈંગ્લેન્ડ પ્રવાસ પરથી પરત ફર્યા છે. શમી હાલમાં જસપ્રિત બુમરાહ સાથે ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર છે. તેણે ટેસ્ટમાં 216 અને વનડેમાં 152 વિકેટ ઝડપી ચુક્યા છે.