ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાંથી જસપ્રીત બુમરાહને બાકાત રાખવાને કારણે ટીમ ઈન્ડિયા સામે એક નવો પડકાર ઉભો થયો છે. જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીનું નામ મોખરે છે. જો કે શમી છેલ્લા કેટલાક સમયથી મેદાનથી દૂર છે, તેથી પસંદગીકારો તેને દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં અજમાવી શકે છે.

વાસ્તવમાં મોહમ્મદ શમીએ IPL પછીથી T20 ફોર્મેટમાં ભાગ લીધો નથી. મોહમ્મદ શમીની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T-20 સીરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. પરંતુ કોરોના પોઝિટિવ હોવાના કારણે શમી ટીમનો ભાગ બની શક્યો ન હતો. જો કે, હવે શમીનો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, “શમીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ શમીએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરવો પડશે. શમીનું મેચ ન રમવું એ અમારા માટે ચિંતાનો વિષય છે. શમી માટે મેચ ફિટ હોવો જરૂરી છે. પસંદગીકારો ઓસ્ટ્રેલિયા જતા પહેલા શમીને વનડે સીરીઝ રમવા માટે કહી શકે છે.