ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 2022 T-20 વર્લ્ડ કપ શરૂ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારત છોડીને ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા શમીએ તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

જસપ્રીત બુમરાહના સ્થાને નવો ખેલાડી પસંદ કરવા માટે ભારત પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને તેથી ટીમ મેનેજમેન્ટ આ ત્રણ ઝડપી બોલરોની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયામાં યોગ્ય સમયે પહોંચવાથી તેને ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂપ થવામાં પણ મદદ મળશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે રમવા માટે તૈયાર રહે.

શમી તેના અનુભવને કારણે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં સૌથી આગળ છે પરંતુ સિરાજે સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ પણ હતો. સિરાજે ત્રણ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. તે જ સમયે, શાર્દુલ ઠાકુર તેની ઓલરાઉન્ડ ક્ષમતાના કારણે દાવેદાર છે પરંતુ તે સ્ટેન્ડબાય લિસ્ટમાં રહે તેવી શક્યતા છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સ્ટેન્ડ બાયમાં રહેલા દીપક ચહર પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. તેને સ્ટેન્ડ બાય લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, ‘દીપકને ફિટ થવામાં થોડો સમય લાગશે. તેની પીઠનો દુખાવો ફરી સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝનો ભાગ હતો. આ પછી તે કમરના દુખાવાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યો છે.