ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ પોતાને પાકિસ્તાન પ્રવાસ માટે ઉપલબ્ધ જાહેર કર્યા છે. મોઈન અલીનું કહેવું છે કે, તે પાકિસ્તાનમાં રમવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લઈ રહ્યો છે. મોઈન અલીએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડના નવા નેતૃત્વમાં ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. મોઈન અલીએ ઈંગ્લેન્ડ માટે 64 ટેસ્ટ રમી ચુક્યો છે.

મોઈન અલીની ગણતરી ઈંગ્લેન્ડના સફળ ઓલરાઉન્ડરોમાં થાય છે. મોઈન અલીએ 64 ટેસ્ટમાં 195 વિકેટ લેવા સિવાય 2,914 રન પણ બનાવ્યા છે. મોઈન અલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ પરત ખેંચી લેવાનો શ્રેય ઈંગ્લેન્ડ ટીમના નવા કોચ બ્રેન્ડમ મેક્કુલમને આપ્યો છે.

મોઈન અલીએ જણાવ્યું છે કે, બ્રેન્ડન મેક્કુલમે તેની નિવૃત્તિ પરત ખેંચવા અંગે ગયા મહિને તેની સાથે વાત કરી હતી. સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું છે કે, “બ્રેન્ડન મેક્કુલમ મને મેસેજ આવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, તમે રમવા માંગો છો. તે પછી મેં ટેસ્ટમાં વાપસી કરવાનું વિચાર કર્યું છે.”

મોઈન અલી આઈપીએલમાં મેક્કુલમ સાથે રમી ચૂક્યો છે. મોઇને કહ્યું, “હું આઇપીએલમાં મેક્કુલમ સાથે રમ્યો છું. તે જે રીતે કામ કરે છે તેના હેઠળ રમવાની મજા આવે છે. અમે વિગતવાર વાત કરી. તેણે કહ્યું કે તમારા માટે દરવાજો ખુલ્લો છે.

મોઈન અલીનું કહેવું છે કે, પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવું તેનું સપનું છે. ઇંગ્લિશ ક્રિકેટરે કહ્યું, “હું પાકિસ્તાનમાં PSL રમ્યો છું. પરંતુ પાકિસ્તાનની ધરતી પર ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું હંમેશા મારું સપનું રહ્યું છે.

 

તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી ઈંગ્લેન્ડના લીડરશિપ ગ્રુપમાં એક નવો રાઉન્ડ શરૂ થયો છે. ઈંગ્લેન્ડની ટીમની કમાન હવે બેન સ્ટોક્સના હાથમાં છે જ્યારે મેક્કુલમને કોચ પદની જવાબદારી મળી છે.