ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રેમાળ કપલ્સમાંથી એક છે. વિરાટ અને અનુષ્કા હવે ઈન્ડસ્ટ્રીની ચમક-દમકથી દૂર સાદું જીવન જીવે છે અને એકબીજા સાથે વધુને વધુ સમય વિતાવે છે. અનુષ્કા, વિરાટના જીવનમાં શું મહત્વનું છે, તે તેણે ઘણી વખત વ્યક્ત કર્યું છે. હવે તાજેતરમાં જ ક્રિકેટરે તેની પત્નીને તેની દુનિયા કહી છે.

એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ રમી રહેલા વિરાટ કોહલીને તેની પત્ની કેટલી મિસ કરી રહી છે તે તેની લેટેસ્ટ પોસ્ટ પરથી જાણી શકાય છે. વિરાટે તેના ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા શર્માનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સિમ્પલ અને ક્યૂટ લાગી રહી છે. આ ફોટો શેર કરતા વિરાટે ‘My (my)…’ લખ્યું છે અને તેની સાથે તેણે ધરતી અને હાર્ટનું ઈમોજી બનાવ્યું છે. અર્થ એ છે કે વિરાટે અનુષ્કાને પોતાની દુનિયા કહી દીધી. વિરાટની આ પોસ્ટને તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, વિરાટ કોહલી હાલ એશિયા કપ ચાલતો હોવાના લીધે તે તેમની પત્ની દૂર દુબઈમાં રહેલા છે. ત્યાં તે તેમને બે મેચ પણ રમી છે. આ બંને મેચમાં શાનદાર રમત દેખાડતા પોતાનું ફોર્મ પણ પરત મેળવી લીધું છે.