પાલ ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર સ્પિનર સંદીપ લામિછાને પર સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંદીપ લામિછાને પર આ આરોપ કાઠમંડુની એક 17 વર્ષની યુવતીએ લગાવ્યો છે. આ બાબતે નેપાળના ગૌશાળા પોલીસ વર્તુળમાં સંદીપ લામિછાને વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે.

નેપાળના કેપ્ટન સંદીપ લામિછાને સામેના આરોપો બાદ નેપાળના ગૌશાલ પોલીસ વર્તુળમાં દુષ્કર્મમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધરપકડ માટે વોરંટ જાહેર કરવા વિનંતી કરી હતી. આ મામલાની માહિતી આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, આ મામલામાં જિલ્લા કોર્ટે નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે, જે એક સગીરા પર દુષ્કર્મનો આરોપ છે. આ કેસમાં સગીર પીડિત મહિલાએ સંદીપ પર કાઠમંડુની એક હોટલમાં 21 ઓગસ્ટે તેની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

સંદીપ લામિછાને નેપાળનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે IPLમાં ભાગ લીધો છે. તેણે વર્ષ 2018 માં દિલ્હી કેપિટલ્સ માટે લીગમાં પ્રવેશ કર્યો હતો. તે બે સિઝનમાં IPL માટે ઉતર્યો છે. જ્યારે તેણે દિલ્હી માટે 9 મેચોમાં ભાગ લીધો છે. લામિછાનેએ IPLની 9 મેચમાં 13 સફળતા મેળવી છે. IPL સિવાય, તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ, વેસ્ટ ઈન્ડિઝની કેરેબિયન પ્રીમિયર લીગ, પાકિસ્તાન સુપર લીગ જેવી ઘણી વિદેશી લીગમાં રમતા જોવા મળે છે. હાલમાં, સંદીપ લામિછાને વેસ્ટ ઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ રમી રહ્યો છે. આ પહેલા તે નેપાળના સુકાની તરીકે કેન્યા સામે વનડે અને ટી-20 સીરીઝ રમ્યો હતો. ધરપકડ વોરંટ જારી થયા બાદ સંદીપની મુસીબતો ઘણી વધી શકે છે.